April 8, 2025

રાજકોટ જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય, સરકારી પ્રાથમિક શાળાના સમયમાં કર્યો ફેરફાર

રાજકોટ: હિટવેવને લઈને ડિસ્ટ્રીકટ હિટ એક્શન પ્લાન ટાસ્ક ફોર્સ કમિટીની બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. 30 જૂન સુધી સવારે 7:15થી 12:15નો સમય કરવામાં આવ્યો છે.

બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને બજારોમાં ORS કેન્દ્રો, પાણીની વ્યવસ્થા અને છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવા અને વધારવા આદેશ કર્યો છે. આ સાથે ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા નિર્દેશ કર્યો છે. સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહીને પગલે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાયો છે.