News 360
Breaking News

ખંભેખંભો મિલાવીને ગણેશ ગોંડલને આગામી સમયમાં MLA બનાવીશુંઃ અલ્પેશ ઢોલરીયા

રાજકોટઃ જિલ્લા BJP પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને આગામી સમયમાં MLA બનાવવાની વાત તેમણે જાહેરમાં કરી છે.

અલ્પેશ ઢોલરીયાએ કહ્યું છે કે, કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જજો. ખંભેખંભો મિલાવી ગણેશને આગામી સમયમાં ધારાસભ્ય બનાવીશું. આગામી 30 વર્ષ સુધી MLA આ જ પરિવાર રહેશે તેવી વાતથી ખળભળાટ મચી ગયો છે. અલ્પેશ ઢોલરીયા રાજકોટ જિલ્લા BJP પ્રમુખ છે અને સાથે પાટીદાર આગેવાન પણ છે. વગર ચૂંટણીના સમયે જ ખુદ જિલ્લા BJP પ્રમુખના આવા નિવેદનથી ચર્ચા જાગી છે.