December 19, 2024

રાજકોટના ડેપ્યૂટી મેયર સહિત તેમના ભાઈ પર હુમલો, સન્ની પાજીની અટકાયત

રાજકોટઃ જિલ્લાના ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ડેપ્યૂટી મેયરના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર પણ હુમલો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત થતા ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને રાજકોટમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. નરેન્દ્રસિંહ જાડેજાને હાથમાં ઇજા પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે, અગમ્ય કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ સન્ની પાજી દા ઢાબામાં તોડફોડ કરવામાં આવી હતી અને મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજી નામના વ્યક્તિની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, બંને પક્ષમાંથી એકપણ પક્ષે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.