અંબાણી પરિવારના પ્રિવેડિંગ કાર્યક્રમાં ત્રાટકવાનો પ્લાન બનાવનારી ત્રિચી ગેંગ ઝડપાઈ
રાજકોટઃ શહેરની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશમાં આતંક મચાવતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રિચી ગેંગની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર દેશભરમાં ત્રિચી ગેંગે તરખાટ મચાવ્યો હતો. કારના કાચ તોડવામાં ત્રિચી ગેંગ માહિર છે. તિરુચિરાપલ્લી તમિલનાડુ ગેંગના 5 શખ્સો ઝડપાયા છે. જામનગરમાં અંબાણી પરિવારના લગ્નોત્સવને ટાર્ગેટ કરવાના હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગને ટાર્ગેટ કરવાના હતા.
અંબાણી પરિવારની પ્રિવેડિંગ કાર્યક્રમમાં આવનારા મહેમાનોની કાર ટાર્ગેટમાં હતી. ત્યારે ત્રિચી ગેંગ અંબાણી પરીવારના લગ્નોત્સવમાં ત્રાટકે તે પહેલાં જ પોલીસે ઝડપી હતી. સતત 7 દિવસની પૂછપરછ બાદ પોલીસને મળી સફળતા છે. બહારના રાજ્યની ગેંગ હોવાથી દુભાષિયાઓની મદદ બાદ પોલીસને સફળતા મળી છે. આ ગેંગનું મુખ્ય કામ દેશ અને વિશ્વભરની સેલિબ્રિટીઓની કારને નિશાન બનાવવાનું હતું.