January 8, 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત, 6 મહિના માટે સસ્પેન્ડ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તબીબે યુવકને દાખલ ન કરતા દર્દીનું કરૂણ મોત નીપજ્યું છે. તો આ મામલે સિવિલ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, 18મી સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી. જેમાં સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાંથી દર્દીને 10 નંબરના વોર્ડમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે, વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર પાર્થ ચુડાસમાએ દર્દીને દાખલ કર્યો નહોતો. દર્દીને દાખલ નહીં કરતા તે પાર્કિગમાં જ સૂઈ ગયો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ વ્યક્તિની ઓળખ ગોંડલના સતીષ તરીકે થઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલે બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી હતી અને ડોક્ટર પાર્થ ચુડાસમાને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.