December 27, 2024

રાજકોટ-ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીનાં મોત

રાજકોટઃ જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ-ચોટીલા હાઇવે પર મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. આપા ગીગાના ઓટલા પાસે દુર્ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-ચોટીલા હાઇવે પર આપા ગીગાના ઓટલા પાસે બોલેરો અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મુસાફરોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 16 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

લીંબડીના શિયાણી ગામેથી સોમનાથ પિતૃતર્પણ માટે જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 સગા દેરાણી-જેઠાણીના મોત નીપજ્યા છે.

મૃતકોનાં નામ
મગજીબેન રેથરીયા
ગલાલબેન રેથરીયા
મંજુબેન રેથરીયા
ગૌરીબેન રેથરીયાનું મોત