December 21, 2024

શિક્ષકોએ ધમકાવ્યો… જેના કારણે આ બનાવ બન્યો, અમને ન્યાય જોઈએઃ મૃતકના કાકા

Rajkot: લોધીકા તાલુકામાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિડિયો બનાવી આપઘાત કરી લીધો છે. ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર મોટવડા ગામમાં સરકારી શાળાના વિદ્યાર્થીનો આપઘાતના મામલાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને પરિવારજનો સહિતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા નિવેદનો લેવાનું શરૂ કરાયું છે. વિદ્યાર્થીના કાકા રમેશભાઈ વરુએ નિવેદન આપતા કહ્યું છે કે મારો ભત્રીજો ભણવામાં ખૂબ હોશિયાર હતો. જેને ધોરણ 10માં 70 જેટલા ટકા આવ્યા હતા. તો ત્યારે ધોરણ 11માં પણ ક્લાસમાં મોનિટર હતો .

વધુમાં વિદ્યાર્થીના કાકાએ કહ્યું કે શિક્ષકોએ એને ધમકાવ્યો હતો જેના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે. અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે. ધૃમિલ માતા-પિતાનો એક માત્ર પુત્ર હતો. જ્યારે આ વિદ્યાર્થીના માતા પિતા ઢોર ચરાવવાનું કામ કરે છે. જ્ઞાતિગત ભેદભાવના કારણે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું કાકાનો આક્ષેપ છે. શિક્ષકોને સજા થવી જોઈએ એ જ અમારી માંગણી છે.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ: શિક્ષકના ત્રાસથી કંટાળીએ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, લગાવ્યા ગંભીર આરોપ