December 19, 2024

રાજકોટમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

Rajkot 3 years old girl misdemeanor police checked cctv footages

પોલીસે સીસીટીવીને આધારે કાર્યવાહી હાથ ધરી.

રાજકોટઃ શહેરમાં અવારનવાર ક્રાઇમના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે આ ઘટના મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં શનિવારે બપોરે આ ઘટના બની છે. નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇ-વે પર ફેંકી દીધી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી

બાળકીના નાકનું હાડકું તૂટ્યું
બાળકીના નાકનું હાડકું ભાગી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત બાળકના ગુપ્તાંગમાં પણ ઇજા થઈ છે. ત્યારે તેને જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

પોલીસે સીસીટીવીને આધારે તપાસ ચાલુ કરી
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે બાળકીના ઘરેથી માંડીને બાળકી મળી ત્યાં સુધીના તમામ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. તેમાં બાળકી સાથે દેખાતા શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મમરાની લાલચે લઈ ગયોઃ માતા
બાળકીની માતા આ અંગે જણાવતા કહે છે કે, હું કામ પર ગઈ હતી. ત્યારે કોઈક અજાણ્યો માણસ આવ્યો હતો અને તેણે બહાર રમતી મારી દીકરીને મમરા લઈ આપવાની લાલચ આપી હતી. ત્યારે મારી દીકરી તેની જોડે ગઈ અને થોડે દૂર જતા જ ગાયબ થઈ ગઈ હતી. ત્યારે મારા દીકરાએ મને ફોન કરી આખી હકીકત જણાવી હતી અને હું પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. ત્યારે ત્યાં હાજર વ્યક્તિએ મને ફોટો બતાવ્યો હતો અને મારી દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હોવાનું કહ્યું હતું.