આ બે ભૂલોને કારણે રાજસ્થાનની ટીમને આવ્યો પસ્તાવાનો વારો

Rajasthan Royals: IPL 2025 વચ્ચે રાજસ્થાનની ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ટીમના કેપ્ટન સંજુ સેમસન પરત ફરી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં સંજુએ 3 મેચ રમી છે પરંતુ તેની જવાબદારી આ મેચમાં કેપ્ટન તરીકે ન હતી. 5 તારીખે પંજાબની સામે રાજસ્થાનની ટીમ ટકરાશે. આ સમયે સંજુ ટીમની કમાન સંભાળશે. જોકે મહત્વની વાત એ છે કે રાજસ્થાનની ટીમનું અત્યાર સુધીમાં સૌથી વધારે ખરાબ જોવા મળ્યું છે. તેનું કારણ તમે એ પણ કહી શકો છો કે ટીમે રિયેન્શન વખતે 2 મોટી ભૂલો કરી હતી જે અત્યારે રાજસ્થાનની ટીમે અત્યારે ભોગવી રહી છે. આવો જાણીએ આ ભૂલ શું હતી.
આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલે મુંબઈ કેમ છોડ્યું? આ કારણ આવ્યું સામે
રાજસ્થાન રોયલ્સે કરી આ ભૂલ
રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજુ સેમસનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમે રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ માટે 14 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. શિમરોન હેટમાયર પર 11 કરોડ રૂપિયા અને સંદીપ શર્મા પર 4 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ ટીમે જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટને રિટેન કર્યા ન હતા. જે ખૂબ ચોંકાવનારી વાત હતી. ધ્રુવ જુરેલ પર જે 14 કરોડ રુપિયામાં તેને ખરીદવામાં આવ્યો તે તેને લાયક છે. શિમરોન હેટમાયર કરતાં જોસ બટલરને પણ પ્રાથમિકતા આપી હોત તો વધારે ટીમ મજબૂત રહેત. કારણ કે જોસ બટલર અત્યારે ગુજરાતની ટીમ તરફથી રમી રહ્યો છે અને તેણે 3 મેચમાં બે અડધી સદી ફટકારી છે. તેનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. હાલમાં ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. ટ્રેન્ટ બોલ્ટ IPLમાં પહેલી ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.