January 24, 2025

IPL 2024: રાજસ્થાન રોયલ્સની પ્રથમ હાર બાદ કેપ્ટન સંજુ સેમસન ભાવુક થયો

IPL 2024: IPLની 17મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 3 વિકેટેથી હાર થઈ હતી. આ સિઝનમાં રાજસ્થાનની ટીમ ખુબ મજબુત જોવા મળી રહી છે. ગઈ કાલની મેચમાં રાજસ્થાનની ટીમની હાર થતાની સાથે તેના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. રાજસ્થાનની ટીમની પહેલી હાર થતા કેપ્ટન સંજુ સેમસન પણ ભાવુક થયા હતા.

ભાવુક જોવા મળ્યો
IPL 2024 ની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો તેમના ઘરે આંગણે ગુજરાતની સામે થયો હતો. ઘરઆંગણે ટીમને હારનો સામનો કરતા ટીમના દરેક ખેલાડીના ચહેરા ઉપર નિરાશા જોવા મળી રહી હતી. રાજસ્થાનની ટીમને ઘરઆંગણે હારવાનો વારો આવ્યો હતો. આ મેચમાં હારનો સામનો થતાની સાથે જ ટીમનો કેપ્ટન નિરાશ જોવા મળ્યો હતો. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જ્યારે ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે મેચને નજીક લઈ જઈને ઈનિંગના છેલ્લા બોલ પર જીત મેળવી હતી. નિરાશ થયેલા સંજુ સેમસને બોલિંગનું પ્રરદર્શન ખરાબ થયું હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા બોલે હારી ગયા
સંજુ સેમસને ગુજરાત ટાઇટન્સ ટીમ સામેની હાર બાદ નિવેદન આપ્યું હતું. મારા માટે અત્યારે બોલવું ખૂબ મુશ્કેલ છે. આટલા સમય બાદ હાર મળતા કોઈ પણ કેપ્ટનને હાર બાદ નિવેદન આપવું મુશ્કેલ છે. હું જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે 196નો સ્કોર વિનિંગ સ્કોર છે. કઈ ભૂલના કારણે અમે મેચ હારી ગયા તે પણ સમજવું જરૂરી છે. જોકે હું મારી લાગણીઓને ચોક્કસ નિયંત્રિત કરીશ અને કહીશ કે ગુજરાતની ટીમે સારૂ પ્રદર્શન કર્યું છે.