January 4, 2025

રાજસ્થાન: 220 કલાક બાદ માસૂમ ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી

Kotputli Borwell News: રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડી જતાં ત્રણ વર્ષની માસુમ ચેતના જીવનની લડાઈ હારી ગઈ હતી. બુધવારે (1 જાન્યુઆરી)ના રોજ, 220 કલાક પછી, બાળકીને બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ ચેતનાને મૃત જાહેર કરી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, 23 ડિસેમ્બરે રાજસ્થાનના કોટપુતલીના બડિયાલી ગામમાં ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી. ત્યારથી, વહીવટીતંત્ર SDRF અને NDRFની ટીમો સતત બાળકીને બચાવવામાં લાગેલી હતી.

આ ઓપરેશન દસ દિવસ સુધી ચાલ્યું
ત્રણ વર્ષની ચેતનાને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 10 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું, પરંતુ બાળકીને બચાવી શકાઈ ન હતી. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘણા SDRF અને NDRFના જવાનો જોડાયા હતા. ફાયર બ્રિગેડ, જેસીબી અને મ્યુનિસિપલ કાઉન્સિલના ઘણા કર્મચારીઓ પણ સ્થળ પર તૈનાત હતા. આ સિવાય કોટપુટલીના એસપી, એએસપી, ડીએસપી અને ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.