February 23, 2025

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, આગામી 3 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ: આજે રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે.  શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ વરસાદ છે. તો તાપીના સોનગઢમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય જૂનાગઢના વિસાવદરમાં 6 ઈંચ વરસાદ, ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ, ભાવનગરના પાલિતાણામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યમાં 84 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉપરવાસમાં વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે  પાલીતાણા શેત્રુંજી ડેમમા નવાનીરની આવક પણ થઈ છે. નોંધનીય છે કે  શેત્રુંજી ડેમમાં 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. તેમજ શેત્રુંજીડેમ ની જળ સપાટી 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે.  શેત્રુંજી ડેમની ઓવરફ્લો જળ સપાટી 34 ફૂટ  છે.