December 25, 2024

ચીનમાં વરસાદે મચાવી તબાહી, પુલ તુટી જતા 11 લોકોના મોત

 ચીન હંમેશા તેના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ ટેક્નોલોજી માટે દેશભરમાં જાણીતું છે. પરંતુ હાલમાં જ વરસાદ દરમિયાન આ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હાલમાં જ વરસાદ દરમિયાન ત્યાં એક પુલ તૂટી પડ્યો હતો 11 લોકોના મોતની ઘટના સામે આવી છે.

ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં સ્થિત શાંગલુઓમાં 19 જુલાઈ, શુક્રવારે વરસાદના કારણે એક પુલ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા. ચીની મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર આ પુલ રાત્રે લગભગ 8.40 વાગ્યે મુશળધાર વરસાદ અને પૂરના કારણે તૂટી પડ્યો હતો.

ઘટનાસ્થળે હાજર રેસ્ક્યુ ટીમ
મળતી માહિતી મુજબ પુલ તૂટી પડયો તે સમયે તે પુલ પર ખૂબ જ ટ્રાફિક હતો, જેના કારણે પુલ ધરાશાયી થતાં જ તેના પર આવતા-જતા લોકો પોતાના વાહનો સહિત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે લોકોના મોત થયા હતા. 20 જુલાઈની સવારે રેસ્ક્યુ ટીમે નદીમાં પડી ગયેલા 5 વાહનોને બહાર કાઢ્યા હતા જે બચાવ કાર્ય કરી રહી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંસાની આગ, આખા દેશમાં કર્ફ્યુ; PM હસીના શેખે ઉઠાવ્યું આ પગલું

મુશળધાર વરસાદના કારણે તબાહી
16 જુલાઈથી ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થયું છે. દેશના ટેલિવિઝન સીસીટીવીમાં દેખાડવામાં આવેલી ઘટનામાં જોઈ શકાય છે કે પુલનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આ ઘટના સિવાય ચીનમાં ભારે વરસાદે પણ તબાહી મચાવી છે.

ચીનના શાંક્સીના બાઓજી શહેરમાં વરસાદના કારણે પુલ તૂટી પડવાથી મૃત્યુ ઉપરાંત પૂર અને ભૂસ્ખલનથી ઘણું નુકસાન થયું છે. જેના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને આઠ લોકો ગુમ થયા છે.