December 26, 2024

Car Insurance: તમારા વાહનને વરસાદનાં કારણે નુકસાન થાય તો વીમાનો દાવો કેવી રીતે કરશો?

Car Insurance: વરસાદની સિઝન આવી ગઈ છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે. પરંતુ કયારે આ રાહતો નુકસાન પહોંચાડી દે નક્કી નહી. એટલે કે જો વરસાદમાં પૂર આવે તો વાહનોને ચોક્કસ નુકસાન થાય છે. જો આવું થાય છે તો કંપની વળતર આપે કે શું? વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવી શકીએ. આવો જાણીએ.

જાનમાલને નુકસાન
વરસાદની સિઝન માણવી ચોક્કસ ગમે. પરંતુ હાલ ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીમાં ફસાયેલા વાહનોની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. કુદરતી આફતોને કારણે જાનમાલનું નુકસાન થાય છે, ત્યાં પૂર, વરસાદ કે તોફાનને કારણે વાહનોને નુકસાન થવાના બનાવો બને છે. ત્યારે સવાલ એ છે કે જો તમારા વાહનને નુકસાન થાય છે તો શું મોટર વીમા કંપની તેની ભરપાઈ કરશે? આવો જાણીએ.

આ પણ વાંચો: Credit Card Rule Changes In July: ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત આ થયા ફેરફારો

આ રીતે વીમાનો દાવો કરો
તમારા પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર દાવા માટે નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ કંપનીની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. ત્યારબાદ તમારે બધા દસ્તાવેજોને એકત્રિત કરવાના રહેશે અને ત્યારબાદ તમારે દાવા ફોર્મ સબમિટ કરવાનું રહેશે. વાહનની તપાસ કંપની સર્વેયર અથવા વિડિયો સર્વેક્ષણ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ વાહનનું સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરવાનો રહેશે. આ કર્યા બાદ તમાા વીમાનો દાવો કરવામાં આવશે.