September 20, 2024

સાબરકાંઠામાં વરસાદ પાક નુકસાનીએ ખેડૂતોની ચિંતા વધારી

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોના પાકમાં પારાવાર નુકસાની થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. તો, ક્યાંક મગફળી જેવા પાકોમાં ખૂબ આવવાની સંભાવનાઓ પણ વધી ગઈ છે.

એક બાજુ મેઘનો કહેર જોવા મળી રહે છે તો બીજી બાજુ ખેડૂતોને પણ મોટી નુકસાની વેઠવવાનો વારો આવી શકે છે તેવી શક્યતા જોવાઈ રહી છે પરંતુ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી અવિરત વરસાદને સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોસમી પાકની અંદર સૌથી મોટો નુકસાન થવાની છે એક બાજુ મગફળી જેવા પાકો ની વાવણી કરી ત્યાં બીજી બાજુ મેઘાનો કહેર પણ જોવા મળ્યો હતો.

વરસાદની કારણે કેટલાય ખેતરો નીપાળ તૂટી ગઈ હતી જેના કારણે વધુ પાણીને કારણે મગફળી જેવા પાકોની અંદર ફૂગ પણ થઈ હતી જોકે ખૂબ થવાને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે સર્વેયરોની ટીમ પણ હવે ત્યાં જોવા મળી નથી રહી જોકે ખેડૂતોની માંગણી છે એ જેમ બને તેમ સર્વેયરોને ટીમ ખેતી નુકસાન નું સર્વે કરે અને ખેડૂતોને પાયમાલ થતો બચાવે.

તો બીજી બાજુ બીજા ગામડાઓ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સર્વેયરની ટીમ ન આવતા અત્યાર ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન જશે જો હજુ પણ અવિરત વરસાદ આવશે તો પાકોને નુકસાન વધુ જશે અને ખેડૂત પાસે મળશે. તો નાના એવા ખેતરોમાં પણ તેની અસરો જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતોને મોટા નુકસાન વેઠવાવા પડે છે.