July 4, 2024

પાટણમાં આફત બન્યો વરસાદ, ઠેરઠેર પાણી ભરાતા લોકો ત્રાહિમામ

ભાવેશ ભોજક, પાટણ: પાટણમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. આનંદ સરોવરથી રેલવેના પ્રથમ કરનાળા સુધી પાણી ભરાઈ રહેતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. શહેરમાં પ્રવેશવા માટેનો અને બહાર જવા માટેનો રેલવે ઘરનાળા નો માર્ગ વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે બંધ થતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી જેને લઈને નગરપાલિકાની પ્રીમોનસૂનની કામગીરી સામે લોકોમાં ભારે દોષ જોવા મળ્યો હતો.

પાટણ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જોકે આ વરસાદ જાણેકે મુસીબત લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે પાટણ શહેરમાં પ્રવેશવાનો અને શહેરની બહાર જવા માટેનો રેલવે ગરનાળાના માર્ગમાં પાણી ભરાઈ જવાના કારણે આ માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકીઓ વેચવી પડી હતી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવા પામતા લોકોને જીવન જોખમે રસ્તો પાર કરવાની નોબત આવી છે.અહીંયા વાહનો ફસાયા હતા તો કેટલીક મહિલાઓ રીતસરની ખાડામાં પડતી પણ કેમેરામાં કેદ થઈ હતી.

તો બીજી તરફ આનંદ સરોવર થી રેલવે પ્રથમ કરનાળા સુધી આસપાસ માં લગભગ 20 થી વધુ સોસાયટીઓ તેમજ એક શાળા આવેલી છે ત્યારે આ માર્ગ ઉપર ગોઠણ સમા પાણી ભરાઈ રહેતા તેમજ સોસાયટીઓ પણ પાણી ગુસ્તા વિસ્તારના લોકોની હાલત કફોડી બનવા પામી હતી દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યા અંગે વિસ્તારના રહીશો દ્વારા અનેક વાત નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી ન કરાતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. નગરપાલિકા તંત્ર ની સામાન્ય વરસાદે જ પોલ ખોલી દીધી હતી.