October 28, 2024

આગામી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Weather Update: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે અને સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યાં જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં પૂરની સ્થિતિ પણ બનેલી છે. જોકે આ દરમિયાન હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્ર અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગાહી છે.

આ પણ વાંચો: દારુકા રાક્ષસીનો વધ કરી સ્વયંભૂ પ્રગટ થયા ‘નાગેશ્વર’ મહાદેવ, દર્શનથી મળે છે પાપમુક્તિ

હવામાન વિભાગ અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત–સાત ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે માલસમાન અને ઘરવખતરીને પણ નુક્સાન પહોંચ્યું છે.