May 20, 2024

દેશના 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Weather News: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ એમ છતાં ઘણા વિસ્તારમાં ઠંડીની સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે ફરી આગાહી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડી શકે છે. આ બાજૂ ઓડિશામાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાનમાં હવે બેવડા વાતાવરણનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

તોફાન સાથે કરા
હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું કે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આજે અને આવતીકાલે ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સિક્કિમ અને મધ્યપ્રદેશમાં આજે કરા પડી શકે છે. 16 એપ્રિલે અરુણાચલ પ્રદેશની સાથે આસામમાં વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકશાન થવાની પુરી શક્યાતાઓ જોવા મળી રહી છે. ખેતીમાં મોટા પાયે નુકશાન થવાની સંભાવના છે. હરિયાણા, પંજાબ, યુપી અને મધ્ય પ્રદેશમાં ઘઉંની ખેતી છે જેને નુકશાન થશે.

આ પણ વાંચો: હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, જોઈ લો તારીખ

દિલ્હીની આબોહવા
હવામાન વિભાગે શનિવારે દિલ્હીમાં હળવા વરસાદની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજના દિવસે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. દિલ્હીનું તાપમાન ગઈ કાલે ન 39.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ વર્ષે જાન્યુઆરી પછીનું સૌથી વધુ મહત્તમ તાપમાન છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જો વરસાદ પડશે તો ખેડૂતોના પાકને ભારે નુકશાની થશે. ખેડૂતોના તૈયાર માલ બગડી જશે.