બુલેટ ટ્રેનની સ્પીડથી ભાગી રહ્યો છે રેલવેનો આ શેર, કિંમતોમાં 6 ટકાનો ઉછાળો
Railway Stock: રેલવે સેક્ટરની કંપની રિટ્સ લિમિટેડ (Rites Ltd)ના શેરની કિંમતોમાં 6 ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેરમાં આ ઉછાળો દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની સાથે એમઓયૂ બાદ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, રિટ્સ લિમિટેડનો ઈંટ્રા ડે હાઈ 71 રૂપિયા પ્રતિ શેર છે. બીએસઈમાં કંપનીના શેર 690.05 રૂપિયાના લેવલ પર ખુલ્યો હતો. પરંતુ થોડી સમય પછી કંપનીના શેરોનો ભાવ 6 ટકાથી વધુની તેજી સાથે 721 રૂપિયા ઈંટ્રા ડે હાઈ પર પહોંચી ગયો.
શું થશે આ MoU અંતર્ગત
બંને કંપનીઓ મળીને મેટ્રો રેલવે, રોલિંગ સ્ટોક, ડેપો મેનેજમેન્ટ, સ્ટેશન મેનેજમેન્ટ, રેલવે ઈંફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ વગેરે પર કામ કરશે. ભારતની સાથે વિદેશોમાં પણ કંપની કામ કરશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા 11 જૂનના રોજ કંપનીએ ઈસ્ટર્ન રેલવે અંડાલ ડીઝલ શેડની સાથે એમઓયૂ સાઈન કર્યા હતા. ત્યાં જ 6 જૂને ટાટા સ્ટીલે 39.63 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આપ્યો હતો.
આ પણ વાંચો: SIM Card બંધ કરી રહી છે મોબાઈલ નેટવર્ક કંપનીઓ
શેર બજારમાં કેવું છે પ્રદર્શન?
Trendlyneના ડેટા અનુસાર, ગત એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતોમાં 21 ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. ત્યાં જ છેલ્લા 6 મહિના દરમિયાન સ્ટોકનો ભાવ 40 ટકાથી વધુ વધ્યો છે. જણાવી દઇએ કે, એક વર્ષમાં સ્ટોકની કિંમતોમાં 85.9 ટકાનો વધારો જોવા મળ્યો છે.
રિટ્સ લિમિટેડમાં સરકારની કુલ ભાગીદારી 72.20 ટકા છે. ત્યાં જ એલઆઇસીની પાસે 6.3 ટકા ભાગીદારી છે. જણાવી દઇએ કે, કંપનીનો 52 વીક હાઈ 826.15 રૂપિયા અને 52 વીક લો લેવલ 365 રૂપિયા છે.
MF એ પોતાની ભાગીદારી ઘટાડી
આ કંપનીમાં મ્યુચુઅલ ફંડ્સ એ પોતાની ભાગીદારી ઘટાડી છે. ડિસેમ્બર 2023માં મ્યુચુઅલ ફંડ્સની ભાગીદારી 4.75 ટકા હતી. જે માર્ચમાં ઘટીની 3.38 ટકા છે. બીજી તરફ વિદેશી રોકાણકારોએ પોતાની ભાગીદારી કંપનીમાં વધારી છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા News Capital Gujarat આપને એક્સપર્ટની સલાહ લેવા આગ્રહ કરે છે)