Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો
Paris Olympics 2024: આજથી શરૂ થઈ રહ્યો છે. સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા પેરિસમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. પેરિસ જતી 3 હાઈસ્પીડ રેલવે લાઇન પર આગ લગાડીને તોડફોડ કરવામાં આવી છે. અંદાજે 8 લાખ લોકો સ્ટેશનમાં ફસાયા છે. ફ્રાન્સની રાષ્ટ્રીય રેલ કંપની એસએનસીએફએ માહિતી આપી છે કે ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે.
🇫🇷 ALERTE INFO – À quelques heures de la cérémonie d’ouverture des JO, la #SNCF est victime d’une "attaque massive d'ampleur pour paralyser" son réseau de TGV, avec des incendies volontaires. Le trafic sera "très perturbé" au moins tout le week-end. ⚠️ Il est demandé "à tous les… pic.twitter.com/pMrxUN8Ka4
— Mediavenir (@Mediavenir) July 26, 2024
રેલ્વે લાઈનોને અસર થઈ છે
SNCFએ આ વિશે જાણકારી આપી છે. ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ લાઇનને અસર થઈ છે. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહને હવે થોડી કલાક બાકી રહી છે. આ પહેલા ફ્રેન્ચ અધિકારીઓએ આ હુમલાને લઈને નિંદા કરી છે. પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદઘાટન સમારોહને લગભગ લાખો લોકો આવી શકે છે. જેમાં 2,22,000 ફ્રી ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે 1,04,000 પેઇડ ટિકિટ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: IPL 2025: BCCI અને IPL માલિકોની 31 જુલાઈએ બેઠક
સીન નદીમાંથી આ સેરેમની શરૂ
વૈશ્વિક સ્તરે યોજાતો ખેલમહાકુંભ એટલે કે, ઓલિમ્પિક 2024ની શુભશરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ઘણો અલગ નજારો જોવા મળી રહ્યો છે. આ પહેલાની ટુર્નામેન્ટમાં ભારતે સાત મેડલ હાંસલ કર્યા હતા. આ વખતે આ ટાર્ગેટને પાર કરવા માટે ભારતીય ખેલાડીઓ મેદાને ઊતરશે. ફ્રાંસની રાજધાની પેરિસમાં 33માં ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. 129 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ઓપનિંગ સેરેમનીનું આયોજન કોઈ સ્ટેજ કે સ્ટેડિયમમાં નહીં થાય પણ શુક્રવારની રાત્રે સીન નદીમાંથી આ સેરેમની શરૂ થશે. સીન નદી પેરિસ શહેરની બાજુમાંથી વહેતી નદી છે.