થાન તાલુકાના સોનગઢ ગામે કાર્બોસિલ ખનીજ ચોરી પર રેડ, 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર: ચોટીલા નાયબ કલેકટર ચોટીલા પ્રાન્ત અધિકારી અને મામલતદાર સહિત દ્વારા થાન તાલુકાના સોનગઢ ગામમાં કાર્બોસિલ ખનીજ ચોરી પર રેડ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાની અનેક ફરિયાદો ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી અને તેની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં બે અલગ અલગ સ્થળો પર આકસ્મિત ચેકિંગ કરી રેડ કરી હતી. એક લોડર તેમજ ત્રણ જેસીબી અને કાર્બોસેલ સહિત કુલ રૂપિયા 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ બંને અલગ અલગ સ્થળો પર સરકારી ખરાબ અને ગૌચર સહિત માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર ખનીજ થતું હોવાનું ખુલવા પામતા જે માલિકીની જમીન હોય છે તેના પર શ્રી સરકાર કરવાની દરખાસ્ત મૂકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.