‘રાહુલ ગાંધી તારી હાલત પણ તારા દાદી જેવી થશે’, કોંગ્રેસે શેર કર્યો BJP નેતાનો ધમકી આપતો વીડિયો
Congress: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા શીખોને લઈને કરવામાં આવેલા નિવેદનોને લઈને હોબાળો વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા ન હોવાનો આરોપ લગાવ્યા બાદ ભાજપના શીખ નેતાઓએ દિલ્હીમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રાહુલ ગાંધીને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જેવી હાલત થવાની ધમકી આપી રહ્યા છે.
કોંગ્રેસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી
કોંગ્રેસ પાર્ટીએ પોતાના ‘X’ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસે લખ્યું, “દિલ્હી બીજેપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય, તરવિંદર સિંહ મારવાહએ આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધી, થોભો, નહીં તો ભવિષ્યમાં તમારે પણ તમારી દાદી જેવી જ સ્થિતિનો સામનો કરવો પડશે. આ બીજેપી નેતા દેશના નેતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીના નેતાની ધમકી પર તમે ચૂપ ન રહી શકો. આ ખૂબ જ ગંભીર છે. તમારી પાર્ટીની નફરતની ફેક્ટરીનું આ પ્રોડક્ટ છે. જેની પર કાર્યવાહી કરવી પડશે.
दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा:
“राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”
BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu
— Congress (@INCIndia) September 11, 2024
શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?
ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ એક છે. આ ચિંતા માત્ર શીખ નહીં પણ તમામ ધર્મોના લોકોની છે. ” તમને જણાવી દઈએ કે તરવિંદર સિંહ મારવાહ બે વર્ષ પહેલા સુધી કોંગ્રેસમાં હતા. જુલાઈ 2022માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો: મેરઠમાં હેલીકોપ્ટરની ચોરીથી સનસની… ‘પાયલોટને ધમકાવ્યો અને કહ્યું અમારું કઈ બગાડી શકશે નહીં’