Rahul Gandhi આજે બેંગલુરુ કોર્ટમાં થશે હાજર
Rahul Gandhi: દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે કોર્ટમાં સુનાવણી છે. આ સુનાવણી બેંગલુરુ કોર્ટમાં થવાની છે. જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે દિલ્હીથી બેંગલુરુ કોર્ટમાં હાજર થવા માટે રવાના થઈ ગયા છે. માનહાનિના કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર થવાનું રહેશે.
આ સમગ્ર મામલો છે
આ સમગ્ર મામલો 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો છે. આ મામલો વિધાનસભા ચૂંટણી દરમિયાન બન્યો હતો જેમાં અખબારોમાં પ્રકાશિત એક જાહેરાત સાથે જોડાયેલો છે. આ જાહેરાતમાં રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં કર્ણાટક ભાજપે આ જાહેરાતને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં આ જાહેરાતને લઈને કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને 1 જૂને જામીન મળી ગયા છે.
આ પણ વાંચો: શું રાહુલ ગાંધી બનશે લોકસભામાં વિપક્ષના નેતા?
આ દલીલ આપી હતી
આ મામલે રાહુલ ગાંધીએ આજના દિવસે 10.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનું થશે. 1 જૂનના રોજ કર્ણાટક ભાજપે રાહુલ ગાંધી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે આ સિવાય રાહુલનો બીજો કેસ પણ ચાલે છે. જે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પણ માનહાનિના કેસની સુનાવણી થવાની છે. ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુલતાનપુરની એમપી/એમએલએ કોર્ટમાં આજે આ મામલામાં સુનાવણી છે.