November 18, 2024

શું Rahul Gandhi બનશે લોકસભામાં વિપક્ષના નેતા?

Opposition Leader: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ પરિણામ જનતાની સાથે નેતાઓને પણ ચોંકાવનાર આવ્યું છે. કારણ કે ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે તમામને એ સવાલ થઈ રહ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા કોણ બનશે. ચર્ચા એ પણ થઈ રહી છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે કે પછી કોઈ બીજું આવો જાણીએ કે શું ચાલી રહ્યું છે પાર્ટીની અંદર.

ચૂંટણીમાં બહુમતી મળી
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ ખુબ ચોંકાવનારું આવ્યું છે. NDAને લોકસભા ચૂંટણીમાં બહુમતી મળી છે. પરંતુ વિપક્ષી ગઠબંધનમાં ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કર્યું છે. પરિણામ તો આવી ગયું છે પરંતુ ચર્ચાએ છે કે કેન્દ્રમાં સરકાર બનવાની સાથે જ લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. આ રેસમાં રાહુલ ગાંધીનું નામ ચર્ચામાં છે. જોકે સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલુ થઈ ગયો છે. રાહુલ ગાંધી ગૃહમાં કોંગ્રેસની કમાન સંભાળે અને લોકસભામાં વિપક્ષના નેતા બને તેવી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ટૂંક સમયમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે પણ ખુલ્લેઆમ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: મલયાલમ ફિલ્મના એ અભિનેતા જેમણે કેરળમાં કમળ ખિલવ્યું

મનિકમ ટાગોરે શું કહ્યું?
મણિકમ ટાગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે “મેં મારા નેતા રાહુલ ગાંધીના નામ પર વોટ માંગ્યા છે. આવી સ્થિતિમાં મારૂ માનવું છે કે રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસના નેતા હોવા જોઈએ. મને આશા છે કે કોંગ્રેસના અન્ય સાંસદો પણ મારી જેમ વિચાર કરશે. કોંગ્રેસ સંસદીય દળ શું નિર્ણય લે છે. અમે લોકતાંત્રિક પક્ષ છીએ. લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકાથી વધુ બેઠકો હોવી જરૂરી છે. રાહુલ ગાંધીના એલઓપી બનવાની સૌથી વધુ સંભાવના છે.