May 21, 2024

કોંગ્રેસની સંભવિત યાદીમાં વાયનાડથી રાહુલ ગાંધી, પીએમ મોદી સામે અજય રાય…

Congress Candidates List 2024: કોંગ્રેસ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. માહિતી અનુસાર રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડી શકે છે, અમેઠીથી નહીં. નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા, પરંતુ વાયનાડથી જીત્યા હતા. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે? આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે તે યુપીના રાયબરેલીથી સામાન્ય ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠક પરથી સાંસદ છે, પરંતુ તેઓ તાજેતરમાં રાજસ્થાનથી રાજ્યસભામાં પહોંચ્યા છે.

પીએમ મોદી સામે કોણ ઉતરશે મેદાનમાં?
યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને પીએમ મોદી સામે પાર્ટી વારાણસીથી ટિકિટ આપી શકે છે.જ્યારે સુપ્રિયા શ્રીનેત ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.

દિલ્હીથી કોને ટિકિટ મળી શકે?
કોંગ્રેસ ચાંદની ચોકથી અલકા લાંબા, ઉત્તર પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી શકે છે.

હરિયાણામાં કોને મળશે ટિકિટ?
હરિયાણાની વાત કરીએ તો કોંગ્રેસ અંબાલાથી કુમારી સેલજા, રોહતકથી દીપેન્દ્ર હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી અને ગુડગાંવથી કેપ્ટન અજય સિંહ યાદવ પર દાવ લગાવી શકે છે.

સચિન પાયલટને કઇ સીટ પરથી ટિકિટ અપાશે?
માહિતી અનુસાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી શકે છે. બીજી બાજુ ભરતપુર ટોંકથી સચિન પાયલટ, ભીલવાડાથી સીપી જોશી અને કોટા બુંદીથી શાંતિ ધારીવાલને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય કોંગ્રેસ અલવરથી ભંવર જિતેન્દ્ર સિંહ, ઝુંઝુનુથી બ્રિજેન્દ્ર ઓલા, સીકરથી ગોવિંદ સિંહ દોતાસરા અને બાડમેરથી હરીશ ચૌધરીને ટિકિટ આપી શકે છે.

છત્તીસગઢ

  • ભૂપેશ બઘેલ: રાજનાંદગાંવ
  • દીપક બૈજ: બસ્તર
  • જ્યોત્સના મહંત: કોરબા
  • તામ્રધ્વજ સાહુ: દુર્ગ

બિહાર

  • મોહમ્મદ જાવેદ: કિશનગંજ
  • તારિક અનવર: કટિહાર
  • નિખિલ કુમાર: ઔરંગાબાદ

બેંગલુરુ ગ્રામીણ

  • ડીકે સુરેશ: બેંગલુરુ ગ્રામીણ

પંજાબ

  • મનીષ તિવારી: ચંદીગઢ
  • નવજોત સિદ્ધુ: પટિયાલા

મધ્યપ્રદેશ

  • સજ્જન વર્મા: દેવાસ
  • રાકેશ સિંહ ચતુર્વેદી: ભીંડ