December 18, 2024

હવે લોરેન્સના નિશાના પર રાહુલ અને ઓવૈસી, જાનથી મારવાની આપી ધમકી

Lawrence Bishnoi: બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશમાં ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફોટાને લઈને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી છે.

NSUI કાર્યકર્તાઓએ વારાણસીના સિગરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. NSUI એ સોશિયલ મીડિયા યુઝર વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવાની માંગ કરી છે. આ પોસ્ટમાં રાહુલ ગાંધીની સાથે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી માટે પણ આ જ વાત કહેવામાં આવી છે.

રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી
NSUI પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રમુખ ઋષભ પાંડેએ જણાવ્યું કે, બુદ્ધાદિત્ય મોહંતી નામના યુઝરે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈના ફોટા સાથે પોસ્ટ કરવામાં આવી છે.

એનએસયુઆઈએ કહ્યું, “રાહુલ ગાંધી દરેક વર્ગના લોકોને સાથે લઈના ચાલી રહ્યા છે. બંધારણની રક્ષાની વાત કરી રહ્યા છે અને આ સ્થિતિમાં તેઓ દેશની સૌથી મોટી આશા છે. અમે તેમની વિરુદ્ધ આવી વિચારસરણીને ક્યારેય સહન કરીશું નહીં. અમારી માંગ છે કે એફઆઈઆર થવી જોઈએ. આ ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે જલ્દી જ નોંધણી કરવામાં આવે.”

આ પણ વાંચો: કોલકાતા લોકલ ટ્રેન પર ચક્રવાત DANAએ લગાવી બ્રેક, આવતીકાલે રાતે 8 વાગ્યા પછી નહીં ચાલે કોઈ ટ્રેન

લોરેન્સ બિશ્નોઈએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે
આ પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે કોઈ તોફાની તત્વોએ સમાચારમાં રહેવા માટે રાજકારણીઓ વિશે આવી પોસ્ટ કરી છે. હાલ આ મામલે એનએસયુઆઈના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે.