રાહુલ દ્રવિડ વ્હીલચેર પર જોઈને વિરાટ દોડી આવ્યો અને આપી જાદુ કી જપી, વીડિયો વાયરલ

IPL 2025: રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેની મેચ પહેલા વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ વચ્ચેની મુલાકાત હૃદયસ્પર્શી હતી. રાજસ્થાન રોયલ્સનો કોચ દ્રવિડ સિઝન શરૂ થાય તે પહેલાથી ઈજાગ્રસ્ત છે. જેના કારણે રાહુલ દ્રવિડતે વ્હીલચેર પર છે. મેચ પહેલા, વિરાટ કોહલી “ધ વોલ” રાહુલ દ્રવિડની સામે એક પગે ઝૂકીને તેને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: અભિષેક શર્માએ પોતાની સદીનો શ્રેય આ ખેલાડીને આપ્યો, મેચ પછી કર્યો મોટો ખુલાસો

રાહુલ દ્રવિડને મળ્યો વિરાટ
મેચ પહેલા બંને ટીમો પ્રેક્ટિસ સેશનમાં વ્યસ્ત છે. પરંતુ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ દિગ્ગજને જોતા જ તરત જ દોડીને રાહુલ દ્રવિડને મળવા જમીન પર બેસી ગયો હતો. રાજસ્થાન રોયલ્સે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વીડિયોને શેર કર્યો હતો. આ બે આધુનિક યુગના દિગ્ગજોની મિત્રતા અને જૂના દિવસોની યાદોએ પણ ચાહકોને ભાવુક બનાવી દીધા હતા.