ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ Rahul Dravid IPLમાં વાપસી કરશે!
IPL 2025 Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડ ફરી એકવાર IPLમાં વાપસી કરતા જોવા મળી શકે છે. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ જ ટીમ ઈન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ બાદ તેનો કાર્યકાળ પુર્ણ થઈ ગયો હતો. પરંતુ રાહુલ વધારે મેદાનથી દૂર નહીં રહે. કહેવામાં આવી રહ્યું છે કે તે આવતા વર્ષની આઈપીએલમાં વાપસી કરી શકે છે. તે પણ તેની જૂની ટીમ સાથે આવશે. આ અંગે ચર્ચા ચાલી રહી છે. જો વિશે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
સાથે જોવા મળી શકે છે
અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે રાહુલ દ્રવિડ IPL ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ શકે છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ દ્રવિડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાતચીત થઈ રહી છે. જેના કારણે થોડા જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. મુખ્ય કોચ તરીકે ટીમમાં વાપસી થઈ શકે છે. રાજસ્થાન અને રાહુલ વચ્ચેના સંબધો કોઈ નવા નથી. કારણ કે ઘણા વર્ષોથી તે ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પહોંચી શ્રીલંકા, જાણો સમગ્ર ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ
મહત્વની જવાબદારીઓ નિભાવી
વર્ષ 2015માં તે ત્યાંથી નીકળી ગયો હતો અને તે ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો. રાહુલ દ્રવિડ અગાઉ અંડર-19 ટીમના કોચ પણ રહ્યા હતા. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતને T20 વર્લ્ડ કપનું ટાઇટલ અપાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે રાજસ્થાન રોયલ્સ અને રાહુલ દ્રવિડ વચ્ચેના પરસ્પર જોડાણના સમાચાર સત્તાવાર રીતે ક્યારે બહાર આવે છે.