Maharaja Trophy T20 2024: રાહુલ દ્રવિડના પુત્ર સમિતે મહારાજા ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું
Maharaja Trophy T20 2024: કર્ણાટકની T20 લીગ મહારાજા ટ્રોફી T20 શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત પણ લીગમાં ભાગ લઈ રહ્યો છે. તે મૈસુર વોરિયર્સનો ભાગ છે. તેને પહેલી જ મેચમાં ડેબ્યૂ કરવાની તક આપી હતી.
પ્લેઈંગ ઈલેવનમાં તક
કર્ણાટકની T20 લીગ મહારાજ ટ્રોફી શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બે મેચ રમાણી હતી. જેમાં બીજી મેચ શિવમોગા લાયન્સ અને મૈસુર વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ મૈસૂર વોરિયર્સ તરફથી રમી રહ્યો છે. તેને પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પણ તક પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે
મૈસુર વોરિયર્સ જીત્યું
સમિત દ્રવિડે ભલે બેટિંગ ન કરી હોય પરંતુ તેની ટીમે સિઝનની પ્રથમ મેચમાં જીત મેળવી છે. 9માં નંબરે આવેલા મનોજ ભાંડગેએ માત્ર 16 બોલમાં 42 રન બનાવ્યા હતા. જેમાં તેણે 4 સિક્સ મારી હતી. વરસાદના કારણે આ મેચમાં લાયન્સની ટીમ 9 વિકેટે 5 વિકેટે 80 રન જ બનાવી હતી. અભિનવ મનોહરે 29 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી પણ ડીજેડી પદ્ધતિથી લાયન્સને મેચમાં 7 રનથી હાર મળી હતી.