December 23, 2024

રાહુલ દ્રવિડના પુત્રએ મારી ધાંસુ સિક્સર, વીડિયો થયો વાયરલ!

Samit Dravid Maharaja Trophy 2024: સમિત મૈસૂર વોરિયર્સ માટે ચોથા સ્થાન પર બેટિંગ કરી રહ્યો છે. બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચમાં તેણે 7 બોલમાં 7 રન બનાવ્યા હતા. તેણે એવી સિક્સર મારી કે તમામ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકો સમિતના ખૂબ વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તે બિલકુલ તેના પિતાની જેમ રમે છે. જોકે કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ના પડે. તેવું જ રાહુલના પુત્રએ કરી બતાવ્યું છે.

આ પણ વાંચો: ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?

મૈસુર વોરિયર્સ હારી ગયું
મહારાજા ટ્રોફી T20 ટૂર્નામેન્ટમાં મૈસૂર વોરિયર્સની આ બીજી મેચ હતી. બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની આ મુકાબલામાં મૈસૂર વોરિયર્સે પ્રથમ બેટિંગ કરી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમે 18 ઓવરમાં 182 રનનો સ્કોર બનાવ્યો હતો. મનોજ ભાંડગેનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. વોરિયર્સ તરફથી હર્ષિલ ધર્માણી અને મનોજ ભાંડગેએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. સમિત દ્રવિડની ટીમ મૈસૂર વોરિયર્સ 2 મેચમાં એક જીત સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.