January 19, 2025

CPLમાં 140 કિલોના બોલરનો અનોખો રેકોર્ડ, અડધી ટીમને કરી પેવેલિયન ભેગી

CPL 2024: હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગની ચર્ચાઓ જોવા મળી રહી છે. આ લીગમાં દુનિયાભરના ક્રિકેટરો પોતાની ઓળખ બનાવી રહ્યા છે. કેન્સિંગ્ટન ઓવલ ખાતે બાર્બાડોસ રોયલ્સ અને સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાણી હતી. જેમાં એક બોલરે ઈતિહાસ રચી દીધો હતો. આ બોલર વેસ્ટ ઈન્ડિઝના પ્રખ્યાત બોલર રહકીમ કોર્નવોલ છે.

ખતમ કરી દીધી હતી
રહકીમ કોર્નવોલ  6 ઇંચ ઉંચા અને 140 કિલો વજન ધરાવતા રહકીમ કોર્નવોલે CPLમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. બાર્બાડોસ રોયલ્સના બોલર રહકીમ કોર્નવોલે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે એકલા હાથે અડધી ટીમને જાણે ખતમ કરી દીધી હતી તેવું જોવા મળ્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ લઈને CPLમાં નવો ઈતિહાસ રચી દીધો હતો. રહકીમની શાનદાર બોલિંગને કારણે બાર્બાડોસ રોયલ્સ સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ સામે જીતી અને CPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

સીપીએલમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
મોહમ્મદ નબી- 15 રનમાં 5 વિકેટ
રહકીમ કોર્નવોલ – 16 રનમાં 5 વિકેટ
હેડન વોલ્શ- 19 રનમાં 5 વિકેટ
શાકિબ અલ હસન – 6 રનમાં 6 વિકેટ
સોહેલ તનવીર – 3 રનમાં 5 વિકેટ

આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલી બનાવશે આ મોટો રેકોર્ડ

શાનદાર અડધી સદી
મેચની વાત કરવામાં આવે તો પહેલા બેટિંગમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની ટીમ આવી હતી જે 20 ઓવર પણ રમી શકી ન હતી. ટીમ 19.1 ઓવરમાં 110 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી બાર્બાડોસ રોયલ્સે ક્વિન્ટન ડી કોકની શાનદાર અડધી સદીના આધારે માત્ર 11.2 ઓવરમાં 111 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી હતી.