December 25, 2024

અનંત અંબાણીના પ્રી-વેડિંગ પર રણબીર-આલિયા પહોંચ્યા

જામનગર: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈને હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં, 1લી થી 3જી માર્ચ દરમિયાન યોજાનાર આ ઈવેન્ટમાં દુનિયાભરની હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ ફંકશન માટે બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર જેવા ઘણા કલાકારો ભાગ લઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે રાહા પણ તેના માતા-પિતા સાથે આવી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા સાથે આ ફંક્શનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આલિયા ભટ્ટે રાહાને ઉચકેલી જોવા મળી હતી. આલિયા અને રણબીર કપૂર તેમની પુત્રી રાહા અને માતા નીતુ કપૂર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી આ સ્ટાર્સની ઘણી સુંદર ઝલક સામે આવી છે જેમાં રાહાની નવી તસવીરો કેપ્ચર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એરપોર્ટ પરથી વીડિયો સામે આવ્યો છે જેમાં કપૂર પરિવાર કારમાંથી બહાર નીકળીને એરપોર્ટની અંદર જતો જોવા મળે છે. ત્યાં ભીડ વચ્ચે આલિયા અને તેની દીકરીનો ચહેરો પણ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે.

રાહાને જોયા બાદ લોકોએ કમેન્ટ કરી હતી
લોકોએ કહ્યું- મા અને દીકરી બંને ક્યૂટ લાગી રહ્યા છે. કેટલાકે કહ્યું કે અંબાણીની પાર્ટીમાં કપૂર પરિવાર ગ્રાન્ડ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.