December 17, 2024

રેડિયો કોમેન્ટેટર મંજુલનું નિધન, 91 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

અમદાવાદ: રેડિયો કોમેન્ટેટર મંજુલનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે મંજુલે ઓલ ઈન્ડિયા રેડિયોની કોમેન્ટ્રી સામાન્ય લોકોને તેમની માતૃભાષા હિન્દીમાં ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી હતી. તેમણે સિત્તેર અને નેવુંના દાયકામાં ઓલ ઈન્ડિયા રેડિયોની ક્રિકેટ કોમેન્ટ્રી હજુ પણ લોકોને યાદ હશે.

અંતિમ સંસ્કાર
ક્રિકેટના પ્રખ્યાત રેડિયો કોમેન્ટેટર મુરલી મનોહર મંજુલ હવે નથી રહ્યા. તેમણે રવિવારે સાંજે (25 ફેબ્રુઆરી) જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. તેમના અંતિમ સંસ્કાર સોમવારે માનસરોવર (જયપુર)માં કરવામાં આવશે. મહત્વની વાત એ હતી કે તેમણે સામન્ય લોકોને સમજાય તેવી ભાષામાં કોમેન્ટ્રી કરવાની શરૂઆત કરી હતી. રાષ્ટ્રભાષા હિન્દીમાં તેમણ કોમેન્ટ્રી કરવાની શરૂઆક કરી હતી. આ પહેલા ક્રિકેટ જગતમાં એવી માન્યતા હતા કે કોમેન્ટ્રી અંગ્રેજીમાં જ કરી શકાય. પરંતુ મુરલી મનોહર મંજુલે નવી પહેલ શરુ કરી હતી.

હિન્દીમાં ક્રિકેટનું પ્રસારણ
મુરલી મનોહર મંજુલ એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. જેમણે રેડિયો કોમેન્ટ્રી હિન્દીમાં કરવાની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1957માં આકાશવાણીમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન જે વિષયમાં તેમણે કયારે પણ કામ કર્યું ના હતું તેમાં તેમણે નામ બનાવી દીધું છે. જ્હોન આર્લોટ તેમના પ્રિય કોમેન્ટેટર હતા. રેડિયો સાથે જોડાયા પછી ઓલ ઈન્ડિયા રેડિયોએ હિન્દીમાં ક્રિકેટનું પ્રસારણ શરૂ કર્યું હતું.

હિન્દી કોમેન્ટ્રીનો મજબૂત પાયો
મંજુલ 1966 અને 1972 ની વચ્ચે રણજી ટ્રોફીની મેચોના તેના પ્રત્યક્ષદર્શીઓને માહિતી આપતા હતા. ત્યારબાદ મંજુલની 1966માં આકાશવાણી પટનાથી જયપુર ટ્રાન્સફર કરવામાં આવી અને તેને સ્પોર્ટ્સ કવરેજની જવાબદારી આપવામાં આવી અને આ પછી તેણે હિન્દી કોમેન્ટ્રીનો મજબૂત પાયો નાખ્યો હતો. વર્ષ 2004માં કોમેન્ટ્રીની દુનિયાથી બાય બાય કરી દીધું હતું. વર્ષ 1987માં ભારતેન્દુ હરિશ્ચંદ્ર એવોર્ડ મળ્યો હતો. 2009માં લખેલી તેમની ‘આકાશવાણી કી અંતર કથા’ને ઘણી ખ્યાતિ મળી હતી.