December 24, 2024

રાધિકા-અનંતનો ફોટો વાયરલ, લાગી રહ્યા છે બંને મસ્ત

Radhika-Anant first Diwali: અંબાણી પરિવાર હમેંશા ચર્ચામાં રહે છે. થોડા જ મહિના પહેલા નાના પુત્ર અનંત અંબાણીએ મેરેજ કર્યા હતા. જેની ચર્ચા દેશની સાથે દુનિયામાં પણ થઈ હતી. હવે દિવાળી ઉપર ફરી અનંત-રાધિકાની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે લગ્ન પછી રાધિકાની આ પહેલી દિવાળી છે. દિવાળી સમયનો રાધિકાનો લુક સામે આવ્યો છે.

રાધિકા-અનંતના લુકની ચર્ચા
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટો દિવાળી સમયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફોટોમાં અનંતે વાદળી રંગનો કુર્તો અને નેહરુ જેકેટ પહેર્યું છે. જેકેટ પર જોઈ શકાય છે કે તેણે કૃષ્ણનું બ્રૂચ લગાવ્યું છે. રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે. રાધિકાએ પિંક કલરનો આઉટફિટ પહેર્યો હતો. જે ખૂબ જ તેના પર સુંદર લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

આ પણ વાંચો: 90 કરોડનું બજેટ 14 ભાષામાં ફિલ્મ, ભૂલભલૈયાને પણ ટક્કર મારે એવી હોરર મૂવી

સિમ્પલ મેકઅપ કર્યો
રાધિકાએ સિમ્પલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેનો આ રોયલ લુક ફેન્સને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો કોમેન્ટ કરીને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ જુલાઈમાં લગ્ન કર્યા હતા. આ મેરેજની તૈયારીઓ જુલાઈના પહેલા અઠવાડિયાથી જ બંનેના લગ્નની વિધિ શરૂ કરી દેવામાં આવી હતી. 13 જુલાઈના રોજ અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. આ સમયે આ બંનેની ખૂબ ચર્ચાઓ થઈ હતી.