December 22, 2024

સુરતમાં નકલી માર્કશીટનું કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ

આ સમગ્ર રેકેટ વર્ષ 2011થી જ ચાલતું હતું.

અમિત રૂપાપરા, સુરત: સુરતની સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સીટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે.

સુરત સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સીટી, શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે. તેની પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે. જે માર્કશીટ નિલેશ પોતે નહીં બનાવતો હતો પરંતુ ઉત્તરપ્રદેશના ફરીદાબાદનો મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી.

આ સમગ્ર રેકેટ વર્ષ 2011થી જ ચાલતું હતું. એટલે કે સુરતમાં એક એજન્ટ સામેલ છે તો પછી ભારતભરમાં અલગ-અલગ એજન્ટ શામેલ છે. આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોઈ શકે છે. આ સિવાય અલગ અલગ યુનિવર્સીટી અને શિક્ષણ બોર્ડની બનાવટી માર્કશીટ મળી આવી છે. નીલેશ મંગણભાઈ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા છે. વર્ષ 2011થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે. બંને આરોપીઓ વચ્ચે અલગ અલગ ડોક્યુમેન્ટ પ્રમાણે પૈસા લેવામાં આવતા હતા. એટલે કે 20 હજારથી લઈ 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતી હતી. તથા 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી હતી. તે તમામ લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 420, 464, 467 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ અક્ષર નામનો જે વેડરોડ વિસ્તારમાં રહે છે. ગઈકાલે જ કેરળના તીરમપુરમમાં સ્થાનિક પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં ત્યાંની પોલીસની એવું જાણવા મળ્યું કે, આ ડૂપ્લીકેટ માર્કશીટ સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો નિલેશ સાવલિયા દ્વારા બનાવવામાં આવી હતી. જે મામલે ત્યાંની પોલીસે અહીં જાણ કરતા આજરોજ બપોરે આરોપી નિલેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પોલીસને અલગ-અલગ યુનિવર્સિટીના 137 બનાવટી માર્કશીટ મળી આવી છે.

કેરળ પોલીસને અક્ષરે જણાવ્યું હતું કે, તે ખરેખર 12મું ધોરણ પાસ થયો નથી પરંતુ તેને ઉચ્ચ અભ્યાસ માટે ઈટલી જવું હતું જેથી તેણે રૂપિયા 60,000 આપીને આરોપી નિલેશનો કોન્ટેક્ટ કરીને બનાવાડ્યું હતું. પરંતુ વિઝાની પ્રોસેસમાં જ્યારે માર્કશીટની વેરીફાઇ કરવામાં આવ્યું ત્યારે માર્કશીટ ડૂપ્લીકેટ નીકળી હતી. એટલે કેરળના તીરમપુરાના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેમને જણાવ્યુંકે, આરોપી નિલેશ 2011માં યસ એજ્યુકેશન એકેડમીનો ક્લાસ ચાલુ કર્યો હતો. જેમાં આવા જરૂરિયાતમંદ લોકોને તે ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતો હતો. પરંતુ આવા ડુપ્લીકેટ માર્કશીટ, ડોક્યુમેન્ટ, ડીગ્રી, તે ઉત્તરપ્રદેશના ફરીદાબાદમાં રહેતા મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી.

નિલેશ મનોજના કોન્ટેકમાં છેલ્લા 2011થી હતો. અહીંથી નિલેશ જે પ્રકારે તમામ વિગતો મોકલતો હતો તે પ્રમાણે તમામ પ્રકારની ડૂપ્લીકેટ માર્કશીટ તે બનાવી આપતો હતો. અને અહીંના માર્કશીટ ઉપર વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. તો આ એક ખૂબ જ મોટું કોભાડ સામે આવ્યું છે. પરંતુ હાલ અમારી પાસે ફક્ત નિલેશ છે. જે એજન્ટ તરીકે કામ કરે છે. તેની પાસેથી 137 ડૂપ્લીકેટ માર્કશીટ, ડિગ્રી, મળી આવી છે તો પછી છેલ્લા 2011 થી તેણે કેટલી બધી ડિગ્રીઓ તો કોને કોને આપી છે અને ભારતભરમાં અલગ અલગ એજન્ટ શામેલ છે. આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વકની શરૂ કરી છે.

આ પણ વાંચો: નશામાં ધૂત પોલીસકર્મી અકસ્માત સર્જી ફરાર, દંપતિ સહિત બે બાળકો હોસ્પિટલમાં દાખલ

પોલીસે વધુમાં જણાવ્યું કે, આપણા ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 બનાવટી માર્કશીટ પણ મળી આવી છે. જે મામલે અમે તાત્કાલિક યુનિવર્સિટીના કુલપતિને જાણ કરી છે. તેઓએ પણ આ સર્ટિફિકેટને વેરીફાઈ કર્યું પરંતુ તે ડૂપ્લીકેટ છે એમ જણાવ્યું છે. એટલે કે પ્રાથમિક દ્રષ્ટિએ, એવું કહી શકાય છે કે ભારતની અલગ-અલગ યુનિવર્સિટી, શિક્ષણ બોર્ડની સર્ટિફિકેટ આરોપી મનોજ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેની હાલ ધરપકડ કરવાની બાકી છે. હાલ તેને પકડવા માટે અમારી એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના થઈ ગઈ છે. તથા આવી ડુપ્લીકેટ માર્કશીટ, શિક્ષણ બોર્ડના સર્ટિફિકેટ લેનાર લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તથા કેટલા લોકો આવા ડુપ્લીકેટ ઓલ ડોક્યુમેન્ટના કારણે ઉચ્ચ અભ્યાસ માટે દેશ વિદેશમાં ગયા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બંને આરોપીઓ વચ્ચે અલગ-અલગ ડોક્યુમેન્ટ પ્રમાણે પૈસા લેવામાં આવતા હતા. એટલે કે 20 હજારથી લઈ 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતા હતા. તથા 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી હતી. તે તમામ લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.