November 16, 2024

R Praggnanandhaa રચ્યો ઇતિહાસ, ક્લાસિકલ ચેસમાં વર્લ્ડ નંબર 1 Magnus Carlsenને હરાવ્યો

R Praggnanandhaa created History: ભારતના યુવા ચેસ ખેલાડી રમેશબાબુ પ્રજ્ઞાનંદે ક્લાસિકલ ચેસમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે ક્લાસિકલ ચેસમાં વિશ્વના નંબર 1 ખેલાડી એવા અને વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવી દીધો છે. ભારતના આ યુવા ખેલાડીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી દીધો છે.

મોટી સિદ્ધિ છે
આર. પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડના અંતે 9માંથી 5.5નો સ્કોર હાંસલ કર્યો હતો. ગયા વર્ષે વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન સામે જ હારી ગયો હતો. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાનંદ ક્લાસિકલ ચેસમાં કાર્લસનને હરાવનાર માત્ર ચોથા ભારતીય છે. ક્લાસિકલ ચેસને ધીમી ચેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેલાડીઓ આ ચાલ ચાલવા માટે પુષ્કળ સમય આપે છે. સામાન્ય રીતે ઓછામાં ઓછા એક કલાકનો સમય લાગશે. આ ફોર્મેટમાં કાર્લસન અને પ્રજ્ઞાનંદાએ તેમની છેલ્લી ત્રણ મેચ ડ્રો કરી હતી.

આ પણ વાંચો: T20 World Cup: 20 ટીમની 55 મેચ, જાણો સુકાનીની સ્ક્વોડ

ભાઈના માર્ગ પર બહેન
પ્રગનંદની બહેન આર વૈશાલીએ પણ મહિલા સ્પર્ધામાં 5.5 માર્કસ સાથે લીડર પોઝીશન પ્રાપ્ત કર્યું છે. અગાઉ તેણે દેશબંધુ કોનેરુ હમ્પીને હરાવી દીધો હતો. દરેક જીત માટે ત્રણ પોઈન્ટ આપવામાં આવે છે. વૈશાલીના બીજા રાઉન્ડ પછી ચાર પોઈન્ટ હતા. તેણે પ્રથમ રાઉન્ડની આર્માગેડન (સડન ડેથ) મેચમાં ચીનની ઝુ વેનજુન સામેની હારની ભરપાઈ પણ કરી હતી. પ્રજ્ઞાનંદ માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યા હતા. તમને જણાવી દઈએ કે ખેલાડી વિશ્વનાથન આનંદે તેને માર્ગદર્શન આપ્યું છે. પ્રજ્ઞાનંદને ક્રિકેટ પણ ગમે છે. જ્યારે તેને સમય મળે ત્યારે તે મેત રમાવા માટે જાય છે.