January 19, 2025

સ્ટેજ પર અચાનક ફ્રીઝ થયા US President, બાઈડેનના સ્વાસ્થ્યને લઈને ફરી ઉઠયા સવાલ

USA: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્વાસ્થ્યને લઈને સતત ઉઠી રહેલા સવાલોને તે સમયે વેગ મળી ગયો જ્યારે એક ફંડ રેઝર ઇવેન્ટ દરમિયાન તેઓ અચાનક સ્ટેજ પર ફ્રીઝ થઈ ગયાં. તો, સ્ટેજ પર હાજર પૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા તેમનો હાથ પકડીને સ્ટેજ પરથી નીચે લઈ ગયાં.

લોસ એન્જલસમાં એક કાર્યક્રમ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન ફરી એકવાર સ્ટેજ પર એકદમ અટકી ગયાં હતા. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું યુએસ પ્રેસિડેન્ટ ખરખર સ્વસ્થ છે? અન્ય એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું જો બાઈડેને ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી જોઈએ? વાસ્તવમાં જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા શનિવારે ડેમોક્રેટિક પાર્ટી માટે ફંડ રેઝર ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.

ઇન્ટરવ્યૂ બાદ અચાનક ફ્રીઝ થઈ ગયાં બાઈડેન

પીકોક થિયેટર ખાતે જીમ્મી કિમેલ સાથે 45 મિનિટનો ઇન્ટરવ્યૂ બાદ બન્ને નેતાઓ જનતાનું અભિવાદન ઝીલી રહ્યા હતા. આ દરમિયાન જો બાઈડેન અચાનક સ્ટેજ પર જ ફ્રીઝ થઈ ગયાં. લગભગ 20 સેકન્ડ માટે તેઓ ફ્રીઝ થયેલા જોવા મળ્યા હતા. જોકે, સ્ટેજ પર હાજર પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાએ સમયસૂચકતા વાપરીને તેમનો હાથ પકડીને તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા. ઓબામાના હાથ પકડ્યા બાદ એવું લાગતું હતું કે બાઈડેન અચાનક ઊંઘ માંથી ઉઠયા હોય. હાલ તો બરાક ઓબામાના જો બાઈડેનને સ્ટેજ પરથી નીચે ઉતારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.