December 23, 2024

કતારે 8 ભારતીય પૂર્વ નેવી ઓફિસરને મુક્ત કર્યા, ફાંસીની સજા સંભળાવી હતી!

qatar released 8 veteran navy officers arrested in 2022

7 ભારતીય નેવી ઓફિસર નવી દિલ્હી આવી પહોંચ્યા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કતારે 8 ભારતીયોને મુક્ત કર્યા છે. તેમાંથી 7 ભારતીય વહેલી સવારે દિલ્હી પહોંચી ગયા છે. આ તમામ પૂર્વ નેવી ઓફિસર છે. જેમની 2022માં ધરપકડ કરવામાં આવી હતી. ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી. ત્યારે ભારત સરકારના ડિપ્લોમેટિક પ્રયત્નોને કારણે તેમને છોડી દેવામાં આવ્યાં છે.

કયા કયા પૂર્વ સૈનિકોને મુક્ત કર્યા?

  • કેપ્ટન નવતેજ સિંઘ ગિલ
  • કેપ્ટન સૌરભ વશિષ્ઠ
  • કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી
  • કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા
  • કમાન્ડર સુગુનાકર પલાકા
  • કમાન્ડર સંજીવ ગુપ્તા
  • કમાન્ડર અમિત નાગપાલ
  • નાવિક રાકેશ

PM મોદી આમીર ઓફ કતારને મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ દુબઈ પ્રવાસે ગયા હતા. ત્યાં COP29 સમિટમાં તેઓ કતારના આમીર શેખ તામિમ બિન હમદને મળ્યા હતા. આ અંગે વડાપ્રધાને ટ્વીટ પણ કર્યું હતુ અને લખ્યુ હતુ કે, ‘અમે દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતારમાં ભારતીયોની સુખાકારી પર સારી વાતચીત કરી છે.’

પૂર્વ નેવી ઓફિસરે વડાપ્રધાનનો આભાર માન્યો
કતારથી ભારત પરત ફરેલા પૂર્વ નેવી ઓફિસરે જણાવ્યુ હતુ કે, ‘અમે સુરક્ષિત ભારત પાછા ફર્યા એટલે અમે ખૂબ જ ખુશ છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે તેમના પ્રયાસને કારણે જ આ શક્ય બન્યું છે.’

તો અન્ય એક પૂર્વ નેવી ઓફિસરે કહ્યુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્સનલ ઇન્ટરવેશન ન કર્યું હોત તો આજે અમે અહીં ઊભા ના હોત. તેટલું જ નહીં, ભારત સરકારના સતત પ્રયત્નોથી આ શક્ય બન્યું છે.’

પૂર્વ નેવી ઓફિસર જણાવે છે કે, ‘અમે છેલ્લા 18 મહિનાથી ભારત પરત ફરવા માટે રાહ જોઈ રહ્યા હતા. અમે વડાપ્રધાનનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેમના પર્સનલ ઇન્ટરવેશન અને કતાર સાથેના સંબંધોને કારણે જ આ શક્ય બન્યું છે. અમે ભારત સરકારને અંતકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમના અથાક પ્રયત્નો વગર આ કામ શક્ય ન બન્યું હોત.’

વિદેશ મંત્રાલયે ખુશી વ્યક્ત કરી
પૂર્વ સૈનિકોના મુક્ત થવાની જાણકારી આપતા વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ‘ભારત સરકાર કતારમાં પકડાયેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ કર્મચારીઓને છોડવામાં આવે છે તેનું સ્વાગત કરે છે. તેમાંથી સાત ભારત આવી ગયા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘરવાપસીને શક્ય બનાવવા માટે કતારના અમીર શેખના નિર્ણયના વખાણ કરીએ છીએ.’

પૂર્વ નેવી ઓફિસરની મુક્ત થવાની ટાઇમલાઇન

  • 26 ઓક્ટોબરઃ ફાંસીની સજા
  • 20 નવેમ્બરઃ કોર્ટમાં સુનાવણીની અપીલ
  • 23 નવેમ્બરઃ સુનાવણી
  • 1 ડિસેમ્બરઃ દુબઈ COP28માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કતારના આમીર સાથે મુલાકાત
  • 3 ડિસેમ્બર: ભારતીય વિપુલને કોન્સ્યુલર એક્સેસ મળ્યો
  • 7 ડિસેમ્બર: કોર્ટમાં સુનાવણી
  • 28 ડિસેમ્બર: કોર્ટે ફાંસીની સજા રદ કરી
  • 12 ફેબ્રુઆરી: મુક્ત થવાની જાહેરાત