January 9, 2025

પીવી સિંધુ બનશે દુલ્હન, જાણો ક્યાં થશે લગ્ન

PV Sindhu: રિયો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ ભારત માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. બેડમિન્ટનમાં 2 મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી છે. હવે તે દુલ્હન બનવાની છે. પીવી સિંધુ મેરેજ કરવાની છે.

આ પણ વાંચો: શું ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્મા ફટકારી શકશે પ્રથમ ટેસ્ટ સદી?

પીવી સિંધુ બનશે દુલ્હન
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ દુલ્હન બનશે. 22 ડિસેમ્બરના તે ઉદયપુરમાં સાત ફેરા ફરશે. તેના મેરેજ વેંકટ દત્તા સાઈ થવા જઈ રહ્યા છે. જે પોસીડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પીવી સિંધુના પિતાએ આ માહિતી શેર કરી છે. પીવી સિંધુના પિતાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું ફાઈનલ થયું છે. જાન્યુઆરીથી સિંધુનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત રહેવાનું છે. જેના કારણે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્ન સમારોહનું આયોજન કરવાનું નક્કી હતું. 24 ડિસેમ્બરે રિસેપ્શન હૈદરાબાદમાં યોજાશે. મેરેજની રસમ 20 ડિસેમ્બરથી શરૂ થઈ જશે.