December 24, 2024

પીવી સિંધુ ઈંગ્લેન્ડ ઓપનમાંથી થઈ બહાર!

અમદાવાદ: ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય મહિલા ટેનિસ ખેલાડી પીવી સિંધુને બર્મિંગહામમાં ચાલી રહેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ ઈવેન્ટના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કોરિયન ખેલાડી સામે સિંધુને 7મી વાર હાર મળી છે.

યંગે સિંધુની ભૂલોનો ફાયદો ઉઠાવ્યો
પીવી સિંધુ ઘૂંટણની ઈજા થઈ હતી અને સાજા થઈને આ ચેમ્પિયનશિપમાં તેણી પરત ફરી હતી. તેનો સામનો જર્મન ખેલાડી યોવોન લી સાથે થયો હતો. આ વખતની મેચની વાત કરવામાં આવે તો સિંધુએ શરૂઆતમાં આક્રમક રીતે રમવાની રણનીતિ અપનાવી હતી. જેમાં તે પહેલા 4-1થી આગળ હતી. પરંતુ ત્યાર બાદ તેની સામે રમી રહેલી ખેલાડીએ વાપસી કરી હતી. બીજા સેટમાં તેણે સિંધુને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. જેમાં 11-21ના માર્જિનથી જીતીને બીજા રાઉન્ડમાંથી બહાર કરી દીધી હતી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સિંધુ તેની કારકિર્દીમાં વિશ્વની નંબર 1 ખેલાડી સામે માત્ર એક જ વખત જીતી શકી છે, જે તેણે ગયા વર્ષે દુબઈ ચેમ્પિયનશિપમાં મેળવી હતી. આ સિવાય યંગે તેને 7 વખત હરાવી છે.

વર્લ્ડ રેકિંગ નંબર
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ વર્લ્ડ રેન્કિંગ 11માં ક્રમે છે. જ્યારે હેન યુઇ આઠમાં સ્થાને છે. તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની જોડીને ત્યારબાદ લિયુ શેંગ શુ અને તાન નિંગની જોડી સામે 19-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અસ્મિતા ચલિહાને પણ વિશ્વની નવમાં ક્રમે રહેલી વાંગ ઝી યી સામે 13-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 15-21થી હારી ગયું અને ત્રણ મેચ બાદ ભારત 1-2થી પાછળ રહી ગયું.