September 17, 2024

માત્ર આ ભારતીય મહિલા ખેલાડીએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યાં

PV Sindhu The Indian badminton star In Olympics: પેરિસ ઓલિમ્પિક્સ 2024નો મહાકુંભ 26મી જુલાઈથી શરૂ થવાનો છે. જે દુનિયાની સૌથી મોટી રમતોમાં ગણવામાં આવે છે. જેમાં દુનિયાના તમામ ખેલાડીઓ એકબીજા સાથે ફરીફાઈ કરતા જોવા મળે છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 7 મેડલ જીત્યા હતા. જેમાં ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મહત્વની વાત એ છે કે ઓલિમ્પિકના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત માટે માત્ર પીવી સિંધુએ જ બે મેડલ જીત્યા છે.

કુશળતાને સન્માનિત કરી
પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના હૈદરાબાદમાં થયો હતો. તેમના મા-પિતાની વાત કરીએ તો તે વોલીબોલ ખેલાડી છે તેમની બહેનની વાત કરવામાં આવે તો તે તેની બહેન રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ ખેલાડી છે. સિંધુએ આ બંને ગેમમાં કોઈ ગેમને પસંદ ના કરી. તેણે બેડમિન્ટનમાં પોતાની કારકિર્દી બનાવી હતી. કારકિર્દીની સાથે તેણે સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.

આ પણ વાંચો: Hardik Pandya આ શ્રેણીમાંથી બહાર રહી શકે છે

સિલ્વર મેડલ જીત્યો
રિયો ઓલિમ્પિક 2016માં બેડમિન્ટન સુપરસ્ટાર સાયના નેહવાલ પાસેથી મેડલની દરેક વ્યક્તિને આશા હતી. 21 વર્ષની પીવી સિંધુ સ્ટાર બનીને ઉભરીને આવી હતી. તેણીએ તેની પ્રથમ મેચમાં લૌરા સરોસીને 21-8, 21-9થી હરાવીને ઝડપથી જીત મેળવી હતી. ફાઇનલમાં કેરોલિના મારિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. આ પછી તેને ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઓલિમ્પિકના ઈતિહાસમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.