September 17, 2024

PV Sindhu પેરિસ ઓલિમ્પિકમાં રચી શકે છે ઈતિહાસ

PV Sindhu On Paris Olympics 2024: ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું અત્યાર સુધીમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. આ વખતે 117 ભારતીય ખેલાડીઓની ટીમમાં કેટલાક એવા નામ સામેલ છે. જેમણે પોતાની ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા છે. જેઓ આ વખતે પણ પ્રબળ દાવેદાર છે. જેમાંથી એક ખેલાડી છે પીવી સિંધુ. કારણ કે તેણે અત્યાર સુધીંમાં 2 વખત મેડલ જીત્યા છે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જેના કારણે આ વખતે પણ તે મેડલ જીતે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો તેવો આમ કરવામાં સફળ થાય છે તો તે તે ઓલિમ્પિકના ઇતિહાસમાં ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.

મેડલ જીતવું એ મારું લક્ષ્ય
એક મીડિયા સાથેની વાતમાં તેણે કહ્યું કે મેડલ જીતવું એ ચોક્કસપણે મારું લક્ષ્ય છે. તે પ્રથમ, દ્વિતીય કે ત્રીજું છે તે કોઈ વાંધો નથી. મેં બે મેડલ જીત્યા છે અને ત્રીજા મેડલ વિશે વિચારીને હું મારી જાત પર દબાણ લાવવા માંગતો નથી. ત્રીજા મેડલ વિશે વિચારીને હું મારી જાત પર દબાણ લાવવા માંગતો નથી. જ્યારે પણ હું ઓલિમ્પિકમાં ભાગ લઉં છું. જ્યારે પણ હું ઓલિમ્પિકમાં રમવા જાઉં છું ત્યારે મારું લક્ષ્ય મેડલ જીતવાનું હોય છે. આશા છે કે હું ટૂંક સમયમાં હેટ્રિક પૂરી કરીશ.

આ પણ વાંચો: Paris Olympics 2024: આર્જેન્ટિના અને મોરોક્કો મેચમાં ચાહકોએ મચાવ્યો હંગામો

ખાસ તૈયારી વિશે માહિતી આપી
ઓલિમ્પિકમાં ભાગ લેવા પેરિસ આવતાં પહેલાં, સિંધુએ જર્મનીના સારબ્રુકેનમાં સ્પોર્ટકેમ્પસ સાર ખાતે તાલીમ લીધી હતી. પોતાની ખાસ તૈયારી અંગે સિંધુએ કહ્યું કે તે પ્રેક્ટિસ માટે ઊંચાઈવાળા સ્થળે જઈ શકતી નથી. મારી પાસે ઘણો સમય નહોતો અને તેથી મેં વિચાર્યું કે બીજે ક્યાંક જવાને બદલે અહીં આવી પરિસ્થિતિઓ બનાવવી વધુ સારું રહેશે.