December 12, 2024

પુષ્પા 2 ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં ઇતિહાસ રચ્યો: 24 કલાકમાં 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ

Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા 2: ધ રૂલની આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 30મી નવેમ્બરની મધરાતે 12 વાગ્યે શરૂ થયું હતું. ‘પુષ્પા 2: ધ રૂલ’ એડવાન્સ બુકિંગમાં ઝડપથી કમાણી કરી રહી છે. ફિલ્મના પ્રી-સેલ્સે પઠાણ, ગદર-2 જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

SACNL અનુસાર, એડવાન્સ બુકિંગના પહેલા 24 કલાકમાં ‘પુષ્પા 2’ની 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં 10 કરોડ રૂપિયાનું એડવાન્સ કલેક્શન કર્યું છે. બીજી બાજુ, બ્લોક સીટો સાથે આ આંકડો લગભગ 12 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ ફિલ્મે પ્રી-સેલ્સમાં શાહરૂખ ખાનની પઠાણને પાછળ છોડી દીધી છે. જાન્યુઆરી 2023માં પ્રથમ દિવસે ફિલ્મ પઠાણની 2 લાખથી ઓછી ટિકિટ વેચાઈ હતી. પુષ્પા-2 પહેલા ફિલ્મ પઠાણ એડવાન્સ બુકિંગમાં આગળ હતી.

પુષ્પા 2 એ હિન્દી-ડબ કરેલ વર્ઝનમાં KGF ચેપ્ટર 2ને પાછળ છોડી દીધી છે, હિન્દી-ડબ કરેલ વર્ઝનમાં પણ, પુષ્પા 2 એ KGF-2 ને પાછળ છોડી દીધું છે. KGF- 2 એ 2022માં પ્રથમ દિવસે હિન્દી-ડબ કરેલ વર્ઝનમાં 1.25 લાખ ટિકિટો વેચી હતી. જ્યારે, પુષ્પા 2ની 1.8 લાખ ટિકિટ હિન્દીમાં 1લી ડિસેમ્બરે બપોર સુધી વેચાઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પહેલા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે હિન્દીમાં રૂ. 5.5 કરોડ અને તેલુગુમાં રૂ. 3 કરોડથી વધુની કમાણી કરી છે.