September 29, 2024

PNB Alert: 1 જુલાઈથી બંધ થઇ જશે પંજાબ નેશનલ બેંકના આ સેવિંગ એકાઉન્ટ

PNB Alert: પંજાબ નેશનલ બેંક (PNB)ના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર છે. શું તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે તો સાવધાન થઈ જાવ! જો તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારા એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી તો તમારું એકાઉન્ટ 1 જુલાઈથી બંધ થઈ જશે. પંજાબ નેશનલ બેંક આ વાત કહી રહી છે. બચત ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંજાબ નેશનલ બેંકે આ નિર્ણય લીધો છે. પીએનબીએ તેના સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને ઘણી વખત જાણ કરી છે. ચાલો જાણીએ બેંકે શું કહ્યું છે.

જો તમારું પીએનબી બેંકમાં બચત ખાતું છે તો પહેલા તેનું સ્ટેટસ ચેક કરો. પીએનબી આ મહિનાના અંત સુધીમાં 30 જૂન, 2024 સુધી આવા ખાતા બંધ કરવા જઈ રહ્યું છે. બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે જે ખાતાઓમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. ઉપરાંત જેમના ખાતામાં બેલેન્સ છેલ્લા ત્રણ વર્ષથી શૂન્ય રૂપિયા છે. તે તેને બંધ કરશે. આવા ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ મોકલ્યાના એક મહિના પછી તે ખાતા બંધ કરી દેવામાં આવશે. જો તમે તે ખાતાઓને સક્રિય રાખવા માંગતા હોવ તો બેંક શાખામાં જાઓ અને તરત જ KYC કરાવો. નહિંતર આ બેંક ખાતાઓ 1 જુલાઈ, 2024 ના રોજ બંધ થઈ જશે.

પીએનબી એ થોડા દિવસો પહેલા તેમના ગ્રાહકોને જાણ કરી હતી કે તેઓ તેમના આવા ખાતાઓનું KYC કરાવે. જોકે બેંકે સમયમર્યાદા 30 જૂન, 2024 સુધી લંબાવી છે. જે બાદ આ ખાતાઓ 1 જુલાઈથી બંધ થઈ જશે. ઘણા સ્કેમર્સ એવા એકાઉન્ટનો દુરુપયોગ કરે છે જેનો ગ્રાહકો લાંબા સમયથી ઉપયોગ કરતા નથી. આવા મામલાઓનો સામનો કરવા માટે બેંકે આ મોટું પગલું ભર્યું છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ એકાઉન્ટની ગણતરી 30 એપ્રિલ, 2024ના આધારે કરવામાં આવશે. બેંકે આવા ગ્રાહકોને નોટિસ મોકલી છે.

બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, જો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે અને ગ્રાહક એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માંગે છે તો આવા ગ્રાહકોએ શાખામાં જઈને KYC ફોર્મ ભરવાનું રહેશે. KYC ફોર્મની સાથે ગ્રાહકે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે. આ પછી તેમનું એકાઉન્ટ એક્ટિવ થઈ જશે. વધુ માહિતી માટે ગ્રાહકો બેંકની મુલાકાત લઈ શકે છે.