January 27, 2025

Reelsનું ઘેલું લાગ્યું અને યુવતી બિલ્ડિંગ પર લટકી ગઈ, મૂર્ખામીભર્યો VIDEO વાયરલ

Viral Video: સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઘેલછામાં લોકો પાગલપનની ચરમ સીમાએ પહોંચી રહ્યા છે. ખરેખરમાં હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો કે રિલનું આવું ઘેલું ન હોવું જોઇએ. આજકાલ યુવાનો વીડિયો બનાવવાના ઉત્સાહમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેટલાક મિત્રો વીડિયો બનાવવાની ઘેલછામાં હદ વટાવી રહ્યા છે. આ વીડિયો પુણેનો જણાવવામાં આવી રહ્યો છે.

આ ઘટના પુણેમાં જાંબુલ વાડી સ્વામી નારાયણ મંદિર પાસે બની હતી. વીડિયોમાં એક યુવતી અને અન્ય બે યુવકો એક ઈમારતની છત પર ચઢી ગયા હતા. એકના હાથમાં કેમેરો છે અને બીજો બિલ્ડીંગની છત પર છે અને છોકરીનો હાથ પકડી રહ્યો છે. વીડિયોમાં છોકરી ટેરેસની નીચે લટકતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ લોકોએ આ મૂર્ખામીભર્યા પ્રયાસ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું કે આવી બેદરકારીને કારણે છોકરીએ પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અન્ય ઈન્ટરનેટ યુઝરે આ વીડિયોની નિંદા કરતા કહ્યું કે, “ભગવાન જાણે છે કે આજકાલના યુવાનોમાં શું ખોટું છે…” જ્યારે ઘણા લોકોએ તેને પાગલપન ગણાવ્યું અને પોલીસને રીલ સામે પગલાં લેવા કહ્યું હતું.