September 17, 2024

વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જાહેર અપીલ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરીજનો વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા જાહેર અપીલ કરી છે. જેમાં વ્યાજખોરોનાં ત્રાસથી ભોગ બનેલા લોકો સીધા જ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઈમેઈલ આઇડી પર ભોગ બનેલા લોકોએ તેના પુરાવા મેઈલ કરી ને અથવા તો મોબાઈલ ફોન થી પણ પોતાના પુરાવા મોકલીને ફરિયાદ આપી શકે છે.

જેના માટે ક્રાઇમ બ્રાન્ચે એ ઇમેઇલ એડ્રેસ reader-crime-ahd@gujarat.gov.in અથવા મોબાઈલ નંબર 6359625369 જાહેર કર્યા છે. જે વ્યાજખોરો વિરુદ્ધ રાયખડ ગાયકવાડ હવેલી પાસે આવેલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ અથવા અરજી આપી શકો છો. જોકે ક્રાઇમ બ્રાન્ચ ની અપીલ બાદ અનેક અરજદારો પોતાની ફરિયાદ કરવા માટે પહોચ્યાં હતા. જે પુરાવા આધારે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે વ્યાજખોરો વિરૂદ્ધની ઝુંબેશ બાદ 11 થી વધુ વ્યાજખોરો વિરુદ્ધ શહેરમાં ફરિયાદ નોંધાઇ છે.