September 24, 2024

ગણપત યુનિ.માં જાહેરમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ, હિન્દુ સંગઠનોનો વિરોધ

મહેસાણા: સતત ચર્ચામાં રહેતી મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને હોબાળો મચી ગયો છે. જેને લઈને હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટી ખાતે એકત્રિત થઈને ભારે હંગામો મચાવ્યો હતો.

વાત જાણે એમ છે કે આજે મહેસાણાના ખેરવામાં આવેલ ગણપત યુનિવર્સિટીમાં નમાજ પઢવાનોએ વીડિયો સામે આવ્યો. યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. નમાજ પઢવાનો વીડિયો સામે આવતા હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો યુનિવર્સિટી પહોંચ્યા હતા અને જાહેરમાં નમાજ પઢવાને લઈને વિરોધ વ્યક્ત કરીને જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી.

એક તરફ દેશમાં વકફ બોર્ડને લઈને વિવાદ ચાલી રહી છે અને વકફ બોર્ડની જરૂરિયાતને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેવા સમયે જ ખેરવાની ગણપત યુનિવર્સિટીમાં આ રીતે જાહેરમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતાં ચર્ચાઓનું વાતાવરણ ફરી ગરમાયું છે.