November 15, 2024

UPના લખનૌમાં હસન નસરાલ્લાહના મોતનો વિરોધ, ‘કેન્ડલ માર્ચ’ પણ કાઢવામાં આવી

Hassan Nasrallah lucknow: ઇઝરાયલી સેનાએ લેબનોનના સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો છે. નોંધનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલ સહિત ઘણા દેશો હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન માને છે. હસન નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વમાં વધુ તણાવ વધી ગયો છે. નસરાલ્લાહના મોતને લઈને લેબનોન સહિત ઘણા દેશોમાં દેખાવો થઈ રહ્યા છે. હવે આ ઘટનાને લઈને ભારતના ઘણા રાજ્યોમાં પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ મોટી સંખ્યામાં લોકોએ નસરાલ્લાહના મોતના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

લખનૌના જૂના શહેર વિસ્તારમાં હસન નસરાલ્લાહના મોતના વિરોધમાં સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોના ટોળાએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હકિકતે, આ સમગ્ર પ્રદર્શનનું નેતૃત્વ શિયા ધાર્મિક નેતા મૌલાના કલ્બે જવવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. કલબે જવાદે નસરાલ્લાહના મૃત્યુ પર રવિવારથી ત્રણ દિવસના શોકનું પણ આહ્વાન કર્યું છે.