ઘરે જ બનાવો પ્રોટીન હેર માસ્ક, આવો જાણીએ પ્રોટીન હેર માસ્ક કેવી રીતે બનાવશો?
Protein Hair Mask: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે વાળને લગતી સમસ્યા થવા લાગે છે. આપણા રસોડોમાં ઘણી એવી સામગ્રી હોય છે કે જેની મદદથી તમે તમારા વાળ માટે માસ્ક બનાવી શકો છો. આવો જાણીએ કે આ માસ્ક કેવી રીતે બનાવશો.
પ્રોટીન હેર માસ્ક બનાવવા માટે સામગ્રી
2 ચમચી મેથીના દાણા, 2 ચમચી નારિયેળ તેલ, 3 ચમચી અળસીના બીજ, અડધો કપ ચોખા
આ પણ વાંચો: દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ? કયા સમયે ખાવાથી થશે ફાયદો
પ્રોટીન હેર માસ્ક કેવી રીતે બનાવશો?
એક બાઉલમાં તમારે મેથીના દાણા નાંખવાના રહેશે. આ પછી તમારે તેમાં ચોખા અને અળસીના બીજ નાંખવાના રહેશે. હવે તમારે તેમાં પાણી નાંખવાનું રહેશે. આ પાણીને તમારે 5 થી 7 મિનિટ સુધી ઉકાળવાનું રહેશે. થોડી વાર પછી તમારે આ પાણીને એક કપડામાં કાઢી લેવાનું રહેશે. હવે રહેલી પેસ્ટ તમારે અલગ કરી દેવાની રહેશે. હવે તમારે તેમાં નારિયેળ તેલ ઉમેરવાનું રહેશે. આ માસ્કને તમારે 30 થી 40 મિનિટ રાખવાનું રહેશે. અઠવાડિયામાં તમે તેને 2 વાર લગાવો. આ પ્રોટીન માસ્કનો નિયમિત ઉપયોગ કરશો તો તમારા વાળ તૂટશે નહીં. નવા વાળ આવવા લાગશે.