December 24, 2024

અંબુજા સિમેન્ટે 7 કરોડના ‘મજબૂત’ શેર વેચવા કાઢ્યાં, ડિલ પ્રાઈસ જાહેર કરી

Ambuja Cements: અદાણી ગ્રૂપના પ્રમોટર્સ અંબુજા સિમેન્ટ્સમાં તેમનો લગભગ ત્રણ ટકા હિસ્સો વેચી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપના પ્રમોટર્સ સિમેન્ટ ઉત્પાદકમાં આશરે 7,00,00,000 શેર્સ (2.84 ટકા હિસ્સો) રૂપિયા 4,198 કરોડ ($500 મિલિયન)માં વેચી શકે છે. એક માહિતી પ્રમાણે આ ડીલ માટેની ઓફર કિંમત રૂપિયા 600 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે ગુરુવારે BSE પર રૂપિયા 632.90 પર અંબુજા સિમેન્ટની બંધ કિંમત કરતાં લગભગ પાંચ ટકા ઓછી છે.

ગુરુવારે તેજી સાથે બંધ
ભારતના બીજા સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટર જૂથ, જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાં $125 બિલિયનના શેર ધરાવે છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે અંબુજા સિમેન્ટના શેર રૂપિયા 3.85 (0.61 ટકા)ના વધારા સાથે રૂપિયા 632.90 પર બંધ થયા હતા. બુધવારે કંપનીના શેર રૂપિયા 629.05 પર બંધ થયા હતા અને ગુરુવારે રૂપિયા 626.55ના ઘટાડા સાથે ખુલ્યા હતા. ગઈ કાલે ટ્રેડિંગ દરમિયાન, કંપનીના શેર રૂપિયા 626.55ના દિવસના નીચા સ્તરેથી રૂપિયા 639.20ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: હવે તમે આ દેશમાં પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશો

નીચે ટ્રેડ થઈ રહ્યા છે
કંપનીના શેર હાલમાં તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. અંબુજા સિમેન્ટના શેરનો 52 સપ્તાહનો ઊંચો ભાવ રૂપિયા 706.85 અને 52 સપ્તાહનો નીચો રૂપિયા 404.00 છે. BSE ડેટાની માહિતી અનુસાર, અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની – અંબુજા સિમેન્ટ્સનું વર્તમાન માર્કેટ કેપ રૂપિયા 1,55,891.08 કરોડ છે.